BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Friday, January 9, 2026

January 09, 2026

કોમન એન્ટ્રસ ટેસ્ટ (CET) 2026 Gujarati Subject Most IMP Questions and Answers|| CET પરીક્ષા 2026 માટે ખૂબ જ ઉપયોગી ગુજરાતી વિષયની પ્રશ્નબેન્ક ||

MCQ Quiz
  1. ઉચ્ચારણની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો છે ?
    ... ✅ સાચો જવાબ: ધ
  2. નીચેનામાંથી કયું જૂથ યોગ્ય છે ?
    ... ✅ સાચો જવાબ: ક, ખ, ગ, ઘ
  3. 'ઝ' કયા પ્રકારનો વ્યંજન છે ?
    ... ✅ સાચો જવાબ: તાલવ્ય
  4. નીચેનામાંથી દંત્ય વ્યંજન કયો છે ?
    ... ✅ સાચો જવાબ: થ
  5. નીચેનામાંથી તાલવ્ય વ્યંજન કયો છે ?
    ... ✅ સાચો જવાબ: જ
  6. નીચેનામાંથી રવાનુકારી શબ્દ શોધો ?
    ... ✅ સાચો જવાબ: બણબણાટ
  7. નીચેનામાંથી દ્વિરુક્ત શબ્દ શોધો ?
    ... ✅ સાચો જવાબ: ગામેગામ
  8. તેની આંખો -લાલઘૂમ- હતી. - રેખાંકિત શબ્દ કેવા પ્રકારનો છે ?
    ... ✅ સાચો જવાબ: દ્વિરુક્ત શબ્દ
  9. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ?
    ... ✅ સાચો જવાબ: નિહારિકા
  10. નીચેના પૈકી કયા શબ્દની જોડણી સાચી છે ?
    ... ✅ સાચો જવાબ: રંગભૂમી
  11. નીચેના વાક્યમાં કયો માન્ય જોડણીવાળો શબ્દ પસંદ કરશો ? રમતોત્સવની ઉજવણી અમદાવાદ .....દ્વારા કરવામાં આવી.
    ... ✅ સાચો જવાબ: મ્યુનિસિપાલિટી
  12. નીચેનામાંથી રેખાંકિત શબ્દની સાચી જોડણી શોધો ? દરેક યુવાને પોતાની -કારકીર્દી- ઉપર ધ્યાન આપવું જોઈએ.
    ... ✅ સાચો જવાબ: કારકિર્દી
  13. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ?
    ... ✅ સાચો જવાબ: શિકારી
  14. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ?
    ... ✅ સાચો જવાબ: અનુકૂળ
  15. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ?
    ... ✅ સાચો જવાબ: આભૂષણ
  16. નીચેના પૈકી કયા શબ્દની જોડણી સાચી છે ?
    ... ✅ સાચો જવાબ: રંગભૂમી

Thursday, January 8, 2026

January 08, 2026

કોમન એન્ટ્રસ ટેસ્ટ (CET) 2026 || CET - 2026 (ધોરણ 6 પ્રવેશ પરીક્ષા) માટે ઉપયોગી પર્યાવરણની પ્રશ્નબેંક ||



MCQ Quiz
  1. જમીન અને પાણી બંનેમાં રહે તેવું પ્રાણી કયું છે ?
    ... ✅ સાચો જવાબ: દેડકો
  2. નીચેનામાંથી કયું સાચું નથી ?
    ... ✅ સાચો જવાબ: વાંદરો - ગુફા
  3. હું દીવાલ પર જાળું બનાવું છું અને શિકાર પકડું છું ?
    ... ✅ સાચો જવાબ: કરોળિયો
  4. કૂદકા મારીને ચાલતું પ્રાણી કયું છે ?
    ... ✅ સાચો જવાબ: સસલું
  5. પેટ ઘસડીને ચાલી શકે તે પ્રાણી નીચેનામાંથી કયું છે ?
    ... ✅ સાચો જવાબ: ગરોળી
  6. દેડકા માટે નીચેનામાંથી શું સાચું નથી ?
    ... ✅ સાચો જવાબ: દરમાં રહે
  7. નીચેનામાંથી કયું પ્રાણી વૃક્ષ ઉપર રહે છે ?
    ... ✅ સાચો જવાબ: વાંદરો
  8. પેટે સરકીને ચાલનાર પ્રાણી કયું છે ?
    ... ✅ સાચો જવાબ: સાપ
  9. રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી કયું છે ?
    ... ✅ સાચો જવાબ: ઘુવડ
  10. આઠ પગવાળું પ્રાણી કયું છે ?
    ... ✅ સાચો જવાબ: કરોળિયો
  11. રણમાં સવારી માટે ઉપયોગી પ્રાણી કયું છે ?
    ... ✅ સાચો જવાબ: ઊંટ
  12. હું ખેડૂતનો મિત્ર છું અને પેટે સરકીને ચાલું છું ?
    ... ✅ સાચો જવાબ: અળસિયું
  13. નીચે આપેલ કેટલાંક પ્રાણીઓ નાનાથી મોટા ક્રમમાં ગોઠવાયેલ છે, કયો વિકલ્પ સાચો છે ?
    ... ✅ સાચો જવાબ: કીડી, વંદો , ગધેડું
  14. નીચે આપેલાં પ્રાણીઓમાં મારી ઊંચાઈ નાની છે ?
    ... ✅ સાચો જવાબ: બિલાડી
  15. નીચેનામાંથી કઈ વનસ્પતિ તમારાથી ઊંચી હશે ?
    ... ✅ સાચો જવાબ: લીમડો
  16. નીચેનામાંથી કયો છોડ છે ?
    ... ✅ સાચો જવાબ: બારમાસી
  17. નીચેનામાંથી કયા વૃક્ષનું થડ તમારી બાથમાં સમાશે ?
    ... ✅ સાચો જવાબ: સેતૂર
  18. હું ફૂલવાળી વનસ્પતિ છું ?
    ... ✅ સાચો જવાબ: ગુલાબ
  19. મારાં પાંદડા લાંબા છે ?
    ... ✅ સાચો જવાબ: કરેણ
  20. હું ખાંચાવાળી કિનારી ધરાવતું (પાન અથવા પાંદડાનું) જૂથ છું ?
    ... ✅ સાચો જવાબ: લીમડો - જાસૂદ
  21. મારા પાંદડાની કિનારી સીધી છે ?
    ... ✅ સાચો જવાબ: કરેણ
  22. નીચેનામાંથી કયા પર્ણને સુગંધથી ઓળખી શકાશે ?
    ... ✅ સાચો જવાબ: મીઠો લીમડો
  23. હું સફેદ રંગનું ફૂલ નથી ?
    ... ✅ સાચો જવાબ: સૂર્યમુખી
  24. હું લીસું થડ ધરાવતું સજીવ છું ?
    ... ✅ સાચો જવાબ: કેળ
  25. લાંબા પર્ણો ધરાવતું જૂથ કયું છે ?
    ... ✅ સાચો જવાબ: આંબો - આસોપાલવ
  26. મારું થડ ખરબચડું છે ?
    ... ✅ સાચો જવાબ: લીમડો
  27. નીચેનામાંથી કઈ વનસ્પતિની ઊંચાઈ તમારાથી ઓછી છે ?
    ... ✅ સાચો જવાબ: બારમાસી
  28. પાંદડાઓને કઈ રીતે ઓળખી શકાય ?
    ... ✅ સાચો જવાબ: (A)સ્પર્શ કરીને અને (B)ગંધથી બંને રીતે
  29. નીચેનામાંથી કયું જોડકું સાચું છે ?
    ... ✅ સાચો જવાબ: વડ - ટેટાં
  30. નીચેનામાંથી કઈ વસ્તુઓ પર ફૂલ-પર્ણોની ભાત જોવા મળે છે ?
    ... ✅ સાચો જવાબ: તમામ
  31. હું ત્રણના ઝૂમખામાં જોવા મળતું પર્ણ છું ?
    ... ✅ સાચો જવાબ: બીલી
  32. બગીચામાં શું ના હોય ?
    ... ✅ સાચો જવાબ: કબાટ
  33. મારા પાનનો ઉપયોગ તોરણ બનાવવા થાય છે ?
    ... ✅ સાચો જવાબ: આસોપાલવ
  34. નીચેનામાંથી કઈ ક્રિયામાં પાણીની જરૂરિયાત નથી ?
    ... ✅ સાચો જવાબ: રમવામાં
  35. નીચેનામાંથી કઈ ક્રિયામાં પાણીની જરુર પડે ?
    ... ✅ સાચો જવાબ: પીવામાં
  36. કઈ ક્રિયામાં સૌથી વધુ પાણી વપરાય છે ?
    ... ✅ સાચો જવાબ: ખેતીમાં
  37. પાણી ક્યાંથી મળે છે ?
    ... ✅ સાચો જવાબ: વરસાદથી
  38. ઘરમાં પાણીના સંગ્રહ માટે કઈ વસ્તુ વાપરવામાં આવતી નથી ?
    ... ✅ સાચો જવાબ: કબાટ
  39. નીચેનામાંથી કઈ વસ્તુ ઘરમાં પાણીના સંગ્રહ માટે વાપરવામાં આવતી નથી ?
    ... ✅ સાચો જવાબ: ટેન્કર
  40. નીચે પૈકી કયા સાધનમાં સૌથી વધુ પાણીનો સંગ્રહ થઈ શકે છે ?
    ... ✅ સાચો જવાબ: ડોલ
  41. પાણીના પ્રાપ્તિસ્થાનોને ઉતરતા ક્રમમાં ગોઠવતા જૂથને પસંદ કરો ?
    ... ✅ સાચો જવાબ: દરિયો, નદી, સરોવર, તળાવ
  42. અલગ પડતા નામને શોધો ?
    ... ✅ સાચો જવાબ: વાંદરો
  43. અલગ પડતો શબ્દ શોધો ?
    ... ✅ સાચો જવાબ: હોડી
  44. અલગ પડતા નામને શોધો ?
    ... ✅ સાચો જવાબ: પર્વત
  45. અલગ પડતા નામને શોધો ?
    ... ✅ સાચો જવાબ: ચમચો
  46. અલગ પડતા નામને શોધો ?
    ... ✅ સાચો જવાબ: દરિયો
  47. અલગ પડતા નામને શોધો ?
    ... ✅ સાચો જવાબ: ઝારો
  48. નીચેનામાંથી કયું પાણીનું સ્વરૂપ છે ?
    ... ✅ સાચો જવાબ: (A) બરફ અને (B) વરાળ બંને
  49. પાણી વગર રહી શકે તેને ઓળખી બતાવો ?
    ... ✅ સાચો જવાબ: પર્વત
  50. નીચેનામાંથી કયું પ્રાણી આપણી મરજી વગર આપણા ઘરમાં રહે છે ?
    ... ✅ સાચો જવાબ: મચ્છર


Wednesday, January 7, 2026

January 07, 2026

GSET Gujarati Paper -2 Old Question Paper Quiz, November, 2017 | GSET ગુજરાતી પેપર -2 ( નવેમ્બર - 2017) જૂનું પ્રશ્નપત્ર Quiz |

MCQ Quiz
  1. નીચેનામાંથી કયા બે કવિઓ શક્તિભક્તિ સાથે જોડાયેલા છે ?
    ... ✅ સાચો જવાબ: ભાલણ અને વલ્લભ
  2. નીચેનામાંથી કયા બે કવિઓ પ્રેમલક્ષણાધારાના નથી ?
    ... ✅ સાચો જવાબ: ગોપાળ અને ભાણ
  3. નીચેનામાંથી કયા બે કવિઓએ નેમિનાથના વૃતાંત પરથી રચનાઓ કરી છે ?
    ... ✅ સાચો જવાબ: વિનયચંદ્રસૂરિ અને રાજશેખરસૂરિ
  4. નીચેનામાંથી કયા બે લેખકો મહારાજ લાયબલ કેસ સાથે જોડાયેલા હતા ?
    ... ✅ સાચો જવાબ: કરસનદાસ મૂળજી અને નર્મદ
  5. નીચેનામાંથી કયા બે અનુવાદકોએ 'અભિજ્ઞાનશાકુન્તલમ્'નો અનુવાદ કર્યો છે ?
    ... ✅ સાચો જવાબ: બળવંતરાય ઠાકોર અને ઉમાશંકર જોશી
  6. નીચેનામાંથી કયા બે સામયિકો સાથે સુરેશ જોશી સંકળાયેલા નહોતા ?
    ... ✅ સાચો જવાબ: માનસી અને ઉન્મૂલન
  7. પ્રાર્થનાસમાજ સાથે કયા બે લેખકો જોડાયેલા હતા ?
    ... ✅ સાચો જવાબ: ભોળાનાથ અને મહીપતરામ
  8. નીચેનામાંથી કયા બે નાટકો ક. મા. મુનશીનાં નથી ?
    ... ✅ સાચો જવાબ: માલવપતિ મુંજ અને બ્રહ્મચારી
  9. નીચેનામાંથી કઈ બે રચનાઓ ચિનુ મોદીની છે ?
    ... ✅ સાચો જવાબ: વાતાયન અને ઊર્ણનાભ
  10. કાલાનુક્રમે ગોઠવો : (1) નિષ્કુળાનંદ (2) દેવાનંદ (3) બ્રહ્માનંદ (4) મુક્તાનંદ ?
    ... ✅ સાચો જવાબ: (4)મુક્તાનંદ (1) નિષ્કુળાનંદ (3) બ્રહ્માનંદ (2) દેવાનંદ

Wednesday, October 1, 2025

October 01, 2025

|| CET EXAM 2025 - કાવ્યો અને કવિઓની યાદી ||

ક્રમાંક કાવ્યનું નામ કવિનું નામ વાંચો
1ખદુક, ઘોડા, ખદુક !રમણલાલ સોની
2આષાઢી સાંજના અંબર ગાજેઝવેરચંદ મેઘાણી
3જળપરીનું ઝાંઝર તૂટયુંમનોહર ત્રિવેદી
4સપના રે સપનાગુલઝાર
5તૈયાર હોવસન્ત નાયક
ખદુક, ઘોડા, ખદુક ! – રમણલાલ સોની

ખદુક, ઘોડા, ખદુક! ખદુક, ઘોડા, ખદુક!
ઘોડો મારો સાતપાંખાળો ઊડતો ચાલે કેવો,
કેડી નહિ ત્યાં કેડી પાડે જળ-જંગલમાં એવો!
ખદુક, ઘોડા, ખદુક! ખદુક, ઘોડા, ખદુક!
માગે એ ના ખાવું પીવું, માગે એ ના ચારો,
હુકમ કરો ને કરો સવારી, પળનો નહીં ઉધારો!
ખદુક, ઘોડા, ખદુક! ખદુક, ઘોડા, ખદુક!
જાય ટપી એ ખેતરપાદર, જાય ટપી એ ડુંગર,
માન ઘણું અસવાર તણું જે રાજાનો છે કુંવર!
ખદુક, ઘોડા, ખદુક! ખદુક, ઘોડા, ખદુક!

આષાઢી સાંજના અંબર ગાજે – ઝવેરચંદ મેઘાણી

આષાઢી સાંજનાં અંબર ગાજે
અંબર ગાજે, મેઘાડંબર ગાજે!
માતેલા મોરલાના ટૌકા બોલે
ટૌકા બોલે, ધીરી ઢેલડ ડોલે.
ગરવા ગોવાળિયાના પાવા વાગે
પાવા વાગે, સૂતી ગોપી જાગે.
વીરાની વાડીઓમાં અમૃત રેલે,
અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે.
ભાભીની રાતીચોળ ચૂંદડ ભીંજે,
ચૂંદડ ભીંજે, ખોળે બેટો રીઝે.
આષાઢી સાંજનાં અંબર ગાજે
અંબર ગાજે મેઘાડંબર ગાજે.

જળપરીનું ઝાંઝર તૂટયું – મનોહર ત્રિવેદી

જળપરીનું ઝાંઝર તૂટ્યુંઃ આલ્લે લે આલ્લે લે!
જંગલમાંથી ઝરણું છૂટ્યુંઃ આલ્લે લે આલ્લે લે!
પાંખ ઝબોળી પંખી સરતાં
ઝાડ ઉપરથી, ફૂલો ઝરતાં
ડુંગર પરથી ગીત વછૂટ્યુંઃ આલ્લે લે આલ્લે લે!
જળપરીનું ઝાંઝર તૂટ્યું: આલ્લે લે આલ્લે લે!
જળ ભરી વાદળીઓ ઝૂકી
હવાઓએ વાંસળીઓ ફૂંકી,
ક્યાંથી આવું અચરજ ફૂટ્યું: આલ્લે લે આલ્લે લે!
જળપરીનું ઝાંઝર તૂટ્યુંઃ આલ્લે લે આલ્લે લે!
તરણાંને ના હોય હલેસાં
હુંય તરું રે એમ હંમેશાં
ભીનું ભીનું સમણું લૂટ્યુંઃ આલ્લે લે આલ્લે લે!
જંગલમાંથી ઝરણું છૂટ્યું: આલ્લે લે આલ્લે લે!
આલ્લે લે...આલ્લે લે...આલ્લે લે...

સપના રે સપના – ગુલઝાર

સપના રે સપના
હૈ કોઈ અપના
અખિયોં મેં ભર જા
અખિયોં કી ડિબિયા
ભર દે રે નિંદિયા
જાદુ સે જાદુ કર જા
સપના રે સપના
અખિયોં મેં ભર જા
ભૂરે ભૂરે બાદલોં કે ભાલૂ
લોરિયાં સુનાએં લા રા લુ
તારોં કે કંચોં સે રાત ભર ખેલેંગે
સપનોં મેં ચંદા ઔર તૂ
સપના રે સપના
પીલે પીલે કેસરી હૈ ગાંવ
ગીલી ગીલી ચાંદની કી છાંવ
બગુલોં કે જૈસે રે
ડૂબે હુએ હૈં રે
પાની મેં સપનોં કે પાંવ

તૈયાર હો – વસન્ત નાયક

તૈયાર હો, હોશિયાર હો, લલકાર દો સૌ બાળકો;
ફરવા જવા, રમવા જવા, ઊડવા જવા તૈયાર હો.
પંખી રમે છે ઝાડમાં, ઝરણાં રમે છે પહાડમાં;
પણ આપણે રમવા જવું આકાશમાં તૈયાર હો.
કોઈ ફરે છે પોળમાં, કોઈ ફરે ભાગોળમાં;
પણ આપણે ફરવા જવું, વગડા-વને તૈયાર હો.
ઘોડી ઊભી છે વાટમાં, હોડી નદીના ઘાટમાં;
પણ આપણે ઊડવા જવું અવકાશમાં તૈયાર હો.

Sunday, September 21, 2025

September 21, 2025

|| Revenue Talati Paper Solution 2025|| Talati Exam Answer Key & Question Paper 2025 || MCQ QUIZ PART 4 TALATI EXAM 2025||

MCQ Quiz
  1. "વિચાર વૈભવ" કયો સમાસ છે ?
    ... ✅ સાચો જવાબ: કર્મધારય
  2. "ભીખમંગો" કયો સમાસ છે ?
    ... ✅ સાચો જવાબ: તત્પુરુષ
  3. "લડો પાપો સામે વિમલ દિલના ગુપ્ત બળથી" - કયો છંદ છે ?
    ... ✅ સાચો જવાબ: શિખરિણી
  4. "છાયા તે વડના જેવી, ભાવ તો નંદના સમા દેવોના ધામના જેવું, હૈયું જાણે હિમાલય." - કયો છંદ છે ?
    ... ✅ સાચો જવાબ: મંદાકાન્તા
  5. "છે મતવાલી, નથી નમાલી, નવા લોહીની લાલી" - કયો અલંકાર છે ?
    ... ✅ સાચો જવાબ: શબ્દાનુપ્રાસ
  6. "લળીલળીને હેત કરતા વાંસનાં ઝૂંડનાં ઝૂંડ" - અલંકાર કયો છે ?
    ... ✅ સાચો જવાબ: શબ્દાનુપ્રાસ
  7. "શરીરે મોટું પણ અક્કલમાં ઓછું" - શબ્દસમૂહ માટે એક શબ્દ કયો છે ?
    ... ✅ સાચો જવાબ: ખોભણ
  8. "અડધી ઉંમરે પહોંચેલું" - શબ્દસમૂહ માટે એક શબ્દ કયો છે ?
    ... ✅ સાચો જવાબ: આધેડ
  9. નીચેના પૈકી કઈ જોડણી સાચી છે ?
    ... ✅ સાચો જવાબ: દુષ્કાળ
  10. નીચેના પૈકી કયા વાક્યમાં લેખન/ભાષા શુદ્ધિ જોવા મળે છે ?
    ... ✅ સાચો જવાબ: સાંજે કાર્યાલય છ વાગે બંધ થાય છે.

Sunday, September 14, 2025

September 14, 2025

|| Revenue Talati Paper Solution 2025|| Talati Exam Answer Key & Question Paper 2025 || MCQ QUIZ PART 3 TALATI EXAM 2025||

MCQ Quiz
  1. જંગલો અને વન્ય પ્રાણીઓની સુરક્ષા માટેની સંસ્થા, "વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર" (WWF) - વિશ્વ પ્રકૃતિનિધિનું પ્રતિક છે ?
    ... ✅ સાચો જવાબ: રીંછ
  2. બેઝલ સંમેલન (Basel Convention) બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ?
    ... ✅ સાચો જવાબ: જોખમી કચરાના ઉત્પાદનમાં ઘટાડો અને તેના યોગ્ય નિકાલ માટે વ્યવસ્થાપન અંગેની સમજૂતી છે
  3. "પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપન સુધારા નિયમો" અનુસાર એકલ ઉપયોગ પ્લાસ્ટિક વસ્તુઓ અને .....માઈક્રૉનથી ઓછી જાડાઈ ધરાવતી પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ?
    ... ✅ સાચો જવાબ: 100
  4. ભારતના ચોથા દ્વિવાર્ષિક અપડેટ રિપોર્ટ (BUR-4) માં વર્ષ 2019 ની સરખામણીમાં વર્ષ 2020 માં ગ્રીન હાઉસ વાયુના ઉત્સર્જનમાં ......નો ઘટાડો નોંધાયો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું ?
    ... ✅ સાચો જવાબ: 4.93%
  5. "પીએમ - કુસુમ યોજના" બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ?
    ... ✅ સાચો જવાબ: આ યોજના ખેડૂતોને સ્ટેન્ડઅલોન સોલર પંપ સ્થાપિત કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે
  6. "રાષ્ટ્રીય બાયોફ્યુઅલ નીતિ" અનુસાર 2025 - 26 સુધીમાં પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણનું ......લક્ષ્ય રાખવામાં આવ્યું હતું ?
    ... ✅ સાચો જવાબ: 20%
  7. નીચેના પૈકી કયો વિકલ્પ રૂઢિપ્રયોગ, "ડિંગ થઈ જવું" નો સાચો અર્થ છે ?
    ... ✅ સાચો જવાબ: આશ્ચર્યચકિત થઈ જવું
  8. નીચેના પૈકી કયો વિકલ્પ રૂઢિપ્રયોગ, "તુરિયાનો તાર જાગી ઊઠવો" નો સાચો અર્થ છે ?
    ... ✅ સાચો જવાબ: સમજણ શક્તિનો ઉદય થવો
  9. નીચેના પૈકી કયો વિકલ્પ "બકરી આદુ ખાતા શીખી" કહેવતનો સાચો અર્થ છે ?
    ... ✅ સાચો જવાબ: નબળી વ્યક્તિ પણ સમય આવે હોશિયાર થઈ જાય છે
  10. નીચેના પૈકી કયો વિકલ્પ "આપવો દોકડો ને લેવો બોકડો" કહેવતનો સાચો અર્થ છે ?
    ... ✅ સાચો જવાબ: નાનું દુ:ખ આપી મોટું દુ:ખ લેવું